થિયેટરનાં નામ પરથી રચના
થિયેટરનાં નામ પરથી રચના
1 min
120
આ જીંદગીની સફર "આરાધના"
કરવામાં વિતાવી,
"મીરાં" જેવી નિઃસ્વાર્થ ભક્તિ કરીને.
"તુલસી" માળા ગળામાં પહેરીને,
"અંલકાર" ત્યજીને સાધ્વી બની,
રહું મારાં "ગોપાલ"ની ભક્તિમાં,
સદાય કૃષ્ણની "છાંયા " બનીને રહું.
"અનૂપમ" ભક્તિનાં શિખરો સર કરીને,
"લક્ષ્મી"નો ત્યાગ કર્યો,
ને "નટરાજ"ની જેમ "અપ્સરા" પણ બની,
ને નૃત્ય કર્યું ભક્તિમાં.
"અલકા" બનીને "વૈશાલી"ના સાથમાં,
"રૂપાલી" આવી હોઇ શકે,
ભક્તિ વટાવતા, સુખ શાંતિ દેખાઇ શકે ?
મોક્ષનો માર્ગ મોકળો થયો છે.
રહે તું જ ચરણોમાં ભક્તિ,
એજ પ્રભુ પ્રાર્થના.