થઈ જવું,
થઈ જવું,
1 min
26.3K
હ્રદયથી હ્રદયનુ જુદા થઈ જવું,
મહોબ્બત કરી,બેવફા થઈ જવું.
ખુદાએ વિરાસતમા આપી દીધુ,
નિતરતા રૂદનની દયા થઈ જવું.
વિચારીને ડગ માંડ, કે રાહમા,
હવે લોક સમજ્યા ખુદા થઈ જવું.
નથી શીખ્યા ક્યારે કોઈ સ્મિતપર,
કરી બંધ આખો ફના થઈ જવું.
અમલમાં નથી ચાંદ ,તારા અગર,
તો બેકાર છે આઈના થઈ જવું.
ફકત એક ઈચ્છા છે,સેવા કરી,
ખુદાને સ્મરી અલ્વિદા થઈ જવું.
