STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

થઈ ગયો

થઈ ગયો

1 min
13.1K


તારી આંખોનો ઉલ્લાસ જોઈને, 

હું ખલ્લાસ થઈ ગયો, 

તારા ગાલ પરની લટ જોઈને, 

હું નટખટ થઈ ગયો, 

તારા હોઠને હસતા જોઈને, 

હું સાવ ઠોઠ થઈ ગયો, 

તારા ગુલાબી ગાલ જોઈને, 

હું માલામાલ થઈ ગયો, 

તારા રૂપનો વાન જોઈને, 

હું ધનવાન થઈ ગયો, 

તારા કંઠ મધુરો જોઈને, 

હું અધીરો થઈ ગયો, 

તારા લટકા જોઈને જાણે, 

હું નાનો કટકો થઈ ગયો. 


Rate this content
Log in