થઇ રહયું છે મિલન
થઇ રહયું છે મિલન
સોળે ખીલ્યુ યૌવન લુહામણુ,
હપના તારા એક ને એક,
આજ હુધી ઐના ઐ,
તુજ મુખડે સવાર,
તું જીંદગીનો શણગાર,
ને આખ્યું મારી પોઢે,
ઉગે જયાં સુંદર દિ' મહારો,
લટક મટક કરતી તારી હાલ,
પવન લહેરયો તારી ચાલ,
રજ રજ ને હફવાતી જાય !
છાપ તું છોડતી જાય,
તોય ના હૈયે ફાળ.
સોળમે ખીલયું હૈયું
પ્રણય કેરું ટીપું
ટીપે ટીપે સીંચાયું,
હૈયાનું ઓરણું,
ફુલે મહેકાવી સુવાસ,
લચતી ડાળી એ
ખીલતી ફુલની કળી,
હિલચાલ જાણે એકમેક ને હાટું
મિલનને તરસે,
સાથ પુરાવીયું,
સંગે ચાલી પ્રણયે
વેરાયાં જયાંં ફુલડા,
રોપયા વસંતે બીજ,
શમણાં થયાં સજ,
એ ઝુલતા ઝુલે!
સૂરજે પાથરયો શણગાર...
ને જાણે માંડવો સજયો,
નાદ પુરાયો ,
હૈયાની વાગી વાંસળી,
જાણે શમણાનુંથી રહયું છે મિલન.
