થઇ જશે
થઇ જશે
1 min
1.0K
જિન્દગીમા રચેલી અનેક મુલાકાતોમાં,
સાથે રહેવાથી વિશ્વાસ થઇ જશે.
યાદમાં મળી જશે મહેફિલોનો સાથ,
તો જીવનનો અજવાસ થઇ જશે.
તલપાપડ બને છે હદયને જાણવા,
એથી વાતનો આભાસ થઇ જશે.
સલામત નથી આ દુનિયામાં જીવન
એ વાતનો બકવાસ થઇ જશે.
મળે છે જ્યારે બે પારેવા આમને સામને,
સમય વીતી ગયા પછી આવાસ થઇ જશે.
જિન્દગીનો આધાર માને છે દુનિયા જેને,
એ જિન્દગીને સમજી કૈલાસમાં થઇ જશે.
