STORYMIRROR

Shaurya Parmar

Others Romance

3  

Shaurya Parmar

Others Romance

તારો સંગ હોય.

તારો સંગ હોય.

1 min
26.9K


તારા હે રંગ ત્યારે આવે જ્યારે મજાનો સંગ હોય,

હાથોમાં હાથ હોય તારો ને અનેરો ઉમંગ હોય.


વાતો એવી જે થાય નહી પૂરી,

હંમેશા એતો રહી જતી અધૂરી,

યાદો તારી દોરી મન મારું પતંગ હોય.


વાતવાતમાં લડવાનું ઝઘડવાનું,

ભેગા થવાનું અને છૂટા પડવાનું,

પ્રીત યુધ્ધ જેવું લાગે જાણે જંગ હોય.


સાંજ પડે ને અંધારે તને ડર લાગે,

આભમાં ચંચળ ચાંદો સુંદર લાગે,

તું છોરી ઓરી આવે ને રસરંગ હોય.


અતૂટ ભરોસો મૂકી તું મુજપર,

મારા સાચા સ્નેહને કરું સધ્ધર,

નજર્યું થાય એક,જાણે કોઇ પ્રસંગ હોય.


ચાલતા ચાલતા આવશે અંત,

આપણો સ્નેહ રેહશે અનંત,

જાણે સમંદરમાં સમાતી એ ગંગ હોય.


રાહે રંગ ત્યારે આવે જ્યારે મજાનો સંગ હોય,

હાથોમાં હાથ હોય તારો ને અનેરો ઉમંગ હોય.


Rate this content
Log in