તાર સંતુરના
તાર સંતુરના


તારી ગેરહાજરીમાં,
આરસા પર લાગેલી ધૂળને ખંખેરું છું,
ઉડી જતાં પાનાંને ફરીથી ગોઠવું છું,
તને સંબોધીને,
વર્ષોના વર્ષો પછી આજે લખું છું,
કેટલાય વખતે લાગ્યું હું જીવું છું,
મળતા'તા સૌને ત્યારે ચૂપચાપ નહોતા,
આજે જાણ્યું એકલતાને ત્યજું છું,
આમ તો દીધા લીધા આનંદના સંદેશા,
ખરું આજ સમજાયું મનથી હસુ છું,
ધગધગતા રણના ઝાંઝવા છોડું છું,
ઉમંગોના નવેસરથી શણગાર સજું છું,
વર્ષોના વર્ષો પછી આજે લખું છું,
કેટલાય વખતે ફરી પોતાને મળું છું !