સ્વજન છબીઓ
સ્વજન છબીઓ

1 min

439
કેટલા ઉંમર ના પડાવો, કેટલા સંગી સાથીઓ;
બદલાતા દેખાવો ને બદલાતી સાથે કાઠીઓ.
તે બાલિશ રમતો અને સજોડે જીવેલ યાદીઓ,
નડતી ના કોઈ વાતો ના કોઈ જાતિઓ.
અમૂલ્ય યાદો થાય છે પસાર આ છબીઓના સહારે,
જીવવા મળે જાણે પુનઃ તે દ્રશ્ય તે સ્મૃતિઓ.
જીવંત થાય છે તે વિસરાયેલ સ્વજનો ને સાથીઓ,
ચાલે છે આ સ્વજન ચિત્રો બની જીવનભરના રાહીઓ.
કાશ થતા જીવંત ફરી તે છૂટેલા સબંધો છબીઓમાં સચવાયેલા,
કાશ ફરી વાતા તે ભીની યાદો નો વાયરા અંગે-અંગ માં વાયેલા.