સ્વભાવથી નોખાં
સ્વભાવથી નોખાં

1 min

23.6K
બાગમાં ખીલેલાં પુષ્પની આ વાત છે,
આપણા જ જીવન પુષ્પની આ વાત છે.
સરખાં તો એવાં કે જોનાર ભ્રમિત થાય,
સ્વભાવથી નોખાં એવાં પુષ્પની આ વાત છે.
સ્મિત વેરે તોય કોઈ પાસે આવે નહીં,
એકલા ઝૂરતા એ પુષ્પની આ વાત છે.
એક પુષ્પ એવું કે પતંગિયાથી પ્રીત કરે,
બીજાને નડે પ્રકૃતિ એવા પુષ્પની આ વાત છે.
બાગ પણ એક ને માળી પણ એક જ છે,
છતાંય રહ્યાં ભિન્ન એવા પુષ્પની આ વાત છે.
વાંક અહીં કોનો એમ વિચારીને પછી,
કર્મને દોષ દેતા પુષ્પની આ વાત છે.