Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સૂર પંચમના તાલે

સૂર પંચમના તાલે

1 min
132


આ સ્વાર્થી દુનિયામાં,

નિઃસ્વાર્થ સંબંધ શોધું છું,


સત્યના રસ્તે એકલી છું, 

જગતનાં જુઠ્ઠાંણાથી દૂર રહું છું,


સાચી લાગણીઓ શોધું છું,

ભાવનાભર્યા ભાવ શોધું છું,


ચોતરફ સ્વાર્થની લાળ ટપકે છે,

ત્યાં હું માણસાઈ શોધું છું,


કુદરતનાં ઋતુચક્રને શોધું છું,

મેઘાની મહેર ને શિશીર શોધું છું,


સરગમનાં સૂર તાલ શોધું છું,

સૂર થકી જય જયકાર શોધું છું,


સૂર પંચમના તાલ ને શોધું છું,

જિંદગીને જીવવા હાશ શોધું છું,


ખ્વાઈશની હરળફાળ શોધું છું,

જંગલમાં મંગલ શોધું છું.


Rate this content
Log in