એવાં દેવી
એવાં દેવી
1 min
4
એવાં હૈયામાં માવતર ધબકે છે,
ચેહર માતા કરુણા વરસાવે છે,
માંગ્યું સઘળું તરત મા આપે છે,
ભાવના સાથે ભરોસો ભળે છે,
દુઃખી થઈ આવે હસતાં જાય છે,
આંખમાં શ્રદ્ધાનો દીપ ઝબકે છે,
હોય શંકા જ્યાં તો એકવાર આવો,
ગોરના કૂવે દર્શન કરવા માટે આવો,
આ વિશ્વાસનું માવતર ચેહર મા છે,
જેટલી સળવળે શ્રદ્ધા એવાં ફળ છે.