જીવન છે
જીવન છે
1 min
4
ઓ ચેહર માવડી
તું જીવન અમારું છે,
જાણે વસંતની જેમ ખીલ્યું છે,
તારાં વિના જીવન અમારું,
વેરાન રણ જેવું છે,
બાળક અને માનો નાતો અજબ છે,
ગોરના કૂવે દર્શન કરી રાજી થવાય છે,
તને નાં મળાય તો ચેહર મા
ક્યાંય મન લાગતું નથી
એવો આપણો નાતો છે,
ભાવનાભર્યા ભાવે દોડું
તો સામે ચેહર તું પણ હરખાય છે
તારી ભક્તિનાં સહારે જીવાય છે,
તારી તસ્વીરને નીરખીને અમે
આ જીવન ચલાવીએ છીએ,
શ્વાસે શ્વાસે નામ લઈએ છીએ
કરૂણાં ભરેલી તારી સૂરત
નિરખીને હરખાઈએ છીએ.