આવ્યો રવિવાર
આવ્યો રવિવાર
1 min
5
આવ્યો આવ્યો રૂડો રવિવારનો દિ રે,
ભકતો ગોરના કુવે ચેહર દર્શને આવે રે.
ગૂન્હા અનેક ભલેને હોય પણ મા છે,
મંદિરમાં ધજા પર સતનો પ્રભાવ છે.
ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે,
મસ્તક મૂકે માનાં ચરણોમાં સ્વર્ગ છે.
માગ્યું બધું ખોબલે ખોબલે આપે છે,
કળિયુગમાં ભાવના માની કમાલ છે.
તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે,
સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે.