માની છબી
માની છબી
1 min
11
માની છબી હૈયામાં રાખવાની,
આવે મુશ્કેલી તો પોકારવાની.
ચેહર માતા બધું જ નિરખે છે,
સમય આવે વાયુવેગે આવે છે.
ગોરના કુવે હાજરમાં બેઠાં છે,
મંદિર પર સતની ધજા ફરકે છે.
ભાવના ભર્યા ભાવે ભજવા છે,
વ્હેમનાં સૌ પડદા હટાવી દેવા છે.
આખું જગત ચેહર ચેહર રટે છે,
ચેહર માની છબી તેજોમય છે.