હ્રદયની બારી
હ્રદયની બારી
*હ્રદયની બારી*
એવાં ઘણાં રહસ્યો,
હ્રદયની બારીમાં કેદ છે
નાં કહેવાય કોઈને
છુપાવી રાખી મુક્યાં છે.
હ્રદય જાણે ને ઈશ્વર જાણે છે,
ભાવના કેટલાંય ઘા છુપાવ્યા છે
કોને કરવી ફરિયાદ અહીં
અંગત હતાં એ સૌ કતારમાં છે.
જિંદગીભર સચ્ચાઈથી જીવી,
જુઠ્ઠાં જગમાં સત્ય પક્ષે કોણ છે?
હ્રદયની બારીમાં વાવાઝોડું છુપાવ્યું છે
મિલીભગતથી ચાલતાં ક્યાં સમજે છે.
અભણ ને અજ્ઞાની બન્ને સરખા છે,
સ્વાર્થી ને જુઠ્ઠા બન્ને સરખા છે
હ્રદયની બારીમાં ઝૂનન ભર્યું છે
પણ સાબિતીઓનો અભાવ છે.
છોડ્યું છે સઘળું ઈશ્વરનાં હાથમાં,
એક દિવસ તો ન્યાય મળશે
હ્રદયની બારીમાં નામ છુપાવ્યા છે
એ પ્રભુની નજરથી દૂર ક્યાં છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️