કયારે અંત આવશે?
કયારે અંત આવશે?
1 min
12
*કયારે અંત આવશે?*
લોકોની વિના કારણની ઈર્ષા નો,
ન જાણે કયારે અંત આવશે?.
લોકોની બીજા માટે બુરી નજરનો,
ન જાણે ક્યારે અંત આવશે?.
લોકોની કાવાદાવા ની રમત નો,
ન જાણે ક્યારે અંત આવશે?.
લોકોની ભાવના સાથેની રમત નો,
ન જાણે ક્યારે અંત આવશે?.
લોકોની મહેણાં ટોણાં ની આદતનો,
ન જાણે ક્યારે અંત આવશે?.
લોકોનાં જુઠ્ઠા દંભ દેખાડા નો,
ન જાણે ક્યારે અંત આવશે?.
લોકોને અહિત કરવાની આદતનો,
ન જાણે ક્યારે અંત આવશે?.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖