આંખ આડા
આંખ આડા
1 min
14
*આંખ આડા* ૧૯-૧૦-૨૦૨૪
આંખ આડા કાન કરવા જ પડે છે,
જાણીને ઘાવ ઘાવ ચૂપ રહેવું પડે છે.
સંબંધોમાં મન તો મોટું જ રાખ્યું હતું,
ડગલે ને પગલે મનડું કપાઈ રહ્યું હતું.
અહીં તો ભાવના જિંદગી જીવવી છે,
માટે હોંઠો પર ચુપકીદી સેવી લીધી છે.
પાકટ વયે અનુભવે સમજણ ઘણી છે,
પણ છતાંયે લોકો સમજાવી જાય છે.
મનમાં સઘળુંય છુપાવી હસવું પડે છે,
દરેક વાતનું પ્રદર્શન ક્યાં કરાય જ છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖