STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રહેવા દો

રહેવા દો

1 min
10


*રહેવા દો* ૨૦-૧૦-૨૦૨૪

આ મગજમારી રેહવા દો,

લાગણી કોઈ નહીં સમજે;

તુલના ઉંમરની કરવી રેહવા દો.

જવાનીનાં જોરમાં,

આમ હડધૂત કરવું રેહવા દો;

પાનખર છે તો ખરશે એક દિન.

પછી યાદ કરો એ શું કામનું?

સર્વગુણસંપન્ન કોણ છે અહીં?

એ વાત સમજો તો જરા.

લાચાર બની જીવે વૃધ્ધો અહીં,

હૈયાની હૂંફ માંગે છે જરી;

ભાવના એમની સમજો તો ખરા.

મૃત્યુ બાદ પરબ બંધાવે શું કરવું?

જીવતાં જ આંતરડી ઠારી જુઓ;

એમજ શાંતિથી રેહવા દો હવે.

દુનિયાને બતાવવા કરતાં,

એકવાર એમનાં સમયે ચાલી જુઓ

તો જ કિંમત સમજાશે ખરી.

*કોપી આરક્ષિત* *©*

ભાવના ભટ્ટ અમદાવાદ....

➖〰️➖〰️➖〰️➖〰️➖



Rate this content
Log in