સુંદરી
સુંદરી
1 min
204
પાયલનાં ઝંકારે, છમ છમ ચાલ,
સુંદર દેખાય સુંદરી આજ,
પહેરી ચોલી ને માથે ચુનરી,
ઘેરદાર ઘાઘરો, ને સુંદર દીસતી,
માથે ગજરો, સુંદર કેશ,
લગાવી છે આંખે કાળી મેશ,
જોઈ પ્રકૃતિ એ, ખીલતું ફૂલ,
લાગે જાણે, સંગીતની ધૂન,
ગળામાં શોભે મેટલ હાર,
સુંદર દીસતી એ કોમલ નાર.