STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

સુંદર રાત

સુંદર રાત

1 min
241

જુઓ કેવી સુંદર રાત પડી છે, 

ઘોર અંધારી, રાત પડી છે, 

ઝગમગતા તારલાની ભાત પડી છે. 

જાણે આભલે દીવડાની હાર મઢી છે. 


આવી કાળી ડિમ્બાગ રાતને,  

કોણે આભમાં હિરલે જડી છે, 

જૂઓ, કેવી રાત પડી છે.


ઠેર ઠેર પ્રકાશ પુંજ પાથરવા, 

સૂરજ દાદા તો વે'લા ઊઠ્યા,

જગતના જીવ જગાડી હાલ્યા ઘેર 

કેવી કાજલ ઘેરી રાત પડી. 

જૂઓ, કેવી સુંદર રાત પડી છે.


સોનલવર્ણી સીમથી પાછા પંખીડા, 

પોત પોતાના માળે ભરાયા છે, 

સીમ શેઢાં ખેતર ખેડી પશુઓ,

પોતાની ગમાણમાં બંધાયા છે,

આરામની આ સુંદર ઘડી છે,

જૂઓ, કેવી સુંદર રાત પડી છે.


સર્જનહારને સહુની પડી છે, 

માટેજ મસ્ત મજાની રાત ઘડી છે,

જૂઓ, કેવી સુંદર રાત પડી છે.


Rate this content
Log in