STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સ્ત્રીની વ્યથા

સ્ત્રીની વ્યથા

1 min
144

માવતરે વળાવી એ રીતે વળી છું,

ખુદનાં અસ્તિત્વને ક્યાં મળી છું,


અંતિમ શ્વાસ તો સાસરીમાં જ છે,

સ્ત્રી ક્યાં સ્વેચ્છાએ હરે ફરે છે, 


પિયરવાટ ભૂલેલી દીકરીની વ્યથા છે,

સમજાઈ તો સમજો ઘણું ટળવળી છે,


આબરૂ સાચવવા રુંધાઈને સડી છે,

ધરાતલ ન દેખાય ત્યાં લગ બળી છે,


ભાવના છૂપાવી ચૂપચાપ એ રડી છે,

છતાંય સ્ત્રી મજાકનું સાધન બની છે.


Rate this content
Log in