સ્ત્રી - એક અદ્ભૂત અવતાર
સ્ત્રી - એક અદ્ભૂત અવતાર
જગત જનની તું છો માતા વંદુ તુજને વારંવાર,
રૂપ તારા અનેક છે, અદ્ભૂત છે તારો અવતાર,
જન્મ આપે તો માતા, ભાઈની રક્ષા કરે તો બહેન,
પ્રેમી સાથે પ્રેમિકા ને પતિ સાથે પત્ની,
મીરાની જેમ અપમાન સહે તું, છતાં રહે સદાચારી,
રાધા બની કૃષ્ણ ભજે, ધન્ય છે તુજને નારી,
તું છે તો છે આ સંસાર, તું છે તો બને છે પરિવાર,
વંદન છે તુજ ને, કેવી રીતે માનું તારો આભાર,
સહનશીલતાનું રૂપ છે તું, રાખે હૃદયમાં પ્રેમ,
આંખો તારી પવિત્ર છે સદેવ વહે ગંગાની જેમ,
પાર્વતીનું રૂપ છે તું, તુજ જગદંબાનો અવતાર,
સૌ રાખે સન્માન તારું, અદ્ભૂત છે સ્ત્રી તારો અવતાર,
તુજ લક્ષ્મીને તુજ મા કાલી, તુજ જગતનો આધાર,
તારા વિના જગત સૂનું છે ને સૂના છે સૌ તહેવાર,
સ્ત્રી છે માતાનો અવતાર, માન રાખશો એનું તો થશે બેડો પાર,
ઈશ્વરની ભેટ છે આ જગને સ્ત્રી રૂપી અવતાર,
રૂપ એના અનેક છે, અદ્ભૂત છે તેનો અવતાર.