સસલું બન્યું મહેમાન
સસલું બન્યું મહેમાન
સસલાનાં છે માન આજે બન્યું છે મહેમાન
માંગે છે પકવાન આજે બન્યું છે મહેમાન,
શું ખાશો સસલા ભાઈ પૂછે હરણ પરિવાર
કે'શો એ બનાવી આપે અમારો પરિવાર,
સસલું બોલ્યું મારે જોઈએ ગાજરનાં પકવાન
બનાવો જાત ભાતનાં ગાજરનાં પકવાન,
હરણભાઈ દોડ્યા બજારે ગાજર લેવા પારાવાર
હરણીબેને ગાજર આવ્યા બનાવ્યા પકવાન,
જોત જોતામાં બની ગયા વિધ વિધ પકવાન
હલવો અને લાડુ બનાવ્યા ગાજરનાં પકવાન,
સસલા ભાઈ એ ખૂબ ખાધા પિરસેલા પકવાન
ખુબજ આનંદથી માણ્યા સસલાભાઈએ પકવાન,
સસલાભાઈ બોલ્યા હવે આપો મને ઘાસ કેરો પૂળો,
હું તો એમાં જ કરીશ આરામ જોશે મારે પૂળો,
દોડ્યું નાનું હરણ લેવા ઘાસ કેરો ઢગલો
થોડી મહેનત કરી પાછું આવ્યું ન મળ્યો એને
ઘાસ કેરો પૂળો,
સસલાભાઈ રિસાઈ ગયા બોલ્યા હું બન્યો હતો મહેમાન,
પણ તમે ન આપી શક્યા મહેમાનને માન,
નાનું બાળક છે એને સસલાભાઈ તમે માફ કરો
હું લાવીશ તમારી માટે ઘાસ કેરો પૂળો,
ચાલ્યા ન જશો તમે અમારા છો મહેમાન
હરણ પરિવાર આપશે તમને અપાર માન,
હરણભાઈ દોડ્યા લેવા ઘાસ કેરો પૂળો
મહા મહેનત પછી મળ્યો એને ઘાસ કેરો પૂળો,
હરણભાઈ એ સસલાભાઈ ને કહ્યું કરો તમે આરામ,
ઘાસનાં પૂળામાં કરો શાંતિથી આરામ,
સસલા ભાઈ ખુબજ ખુશ કહે હું તો કરતો'તો કસોટી,
માણસમાં માણસાઈ નથી શું આપણામાં રહી છે લાગણી ?
