સપ્તપદી
સપ્તપદી
સપ્તપદીના વચન સઘળા આપણે નિભાવીશું.
પ્રેમથી સાથે રહીને જીવન આપણે દિપાવીશું.
વિશ્વાસ પર ટકે છે સબંધો એ વાત ન ભૂલીએ,
એકબીજાથી કદી કોઇ વાત ન આપણે છુપાવીશું.
જીવન રાહ પર આવશે અડચણો અનેક છતાં,
સાથે મળીને હર મુશ્કેલીને દૂર આપણે ભગાડીશું.
પ્રેમનો મારગ છે કાંટાળો કહે ભલે જગ આખું,
કાંટાળા રાહ પર પણ ફૂલ આપણે બિછાવીશું.
હાથમાં જો હાથ હોય તારો, મોજથી જીવી લઇશું,
સમય કરે કસોટી તો એને પણ આપણે હંફાવીશું.