સપનાં, કયાં સગપણે તમે સંધાયાં ?
સપનાં, કયાં સગપણે તમે સંધાયાં ?
સપનામાં ભાઈ સરી પડ્યા નેવાગી રે શરણાયું ભાવ ભવને કયા રે નાતે મીઠડાં તમે રે ભાવ્યાં સપનાં, કયાં સગપણે તમે સંધાયાં ?
નીંદર કેડીનાં એ ભેદી પાથરણાં ઘટમાળાના ડુંગરીયે રમતાં છાનાંઘોર નીંદરનાં છે ઘમ્મર વલોણાં મનોવિહારી માયાએ બંધાણાં,
દિવાસ્વપ્નોમાં ખોવાઈ જાોબનિયુંને સપનાં હાંકે વણઝારુંનાં ધાડાં સગપણ શોણલાનાં રે અળવીતરાં લૂંટાવે આશાનાં રજવાડાં,
અજંપાને ફોગટમાં ફૂલાવી ઝૂલાવી અધૂરપને ઠેબે જ ખેલે ખેલો વાઘ બની બીવડાવી સપને કનડે સપનાંને ગમતો ધીંગાણાંનો મેળો,
સેના સપનાંની ઝંખના વાદળીયો મૃગજળી લોભાવતા જ ખજાના લાગે વસમું, જો નંદવાય મીઠડાં શોણલાં ડરાવે અધૂરાં સપનાંનાં અઠખેલાં,
સપનાં ઘડવૈયાં, શોણલાં લડવૈયા ભીતરમાં ચક્રવ્યુહે ટકરાયાં અચરજના અંબરમાં સગપણે સંધાયાં તકદીરના અશ્વ બની ભાવે હરખાયાં સોણલાં જીવન વાટે વિખરાયાં !
