સપના
સપના
1 min
13.8K
સપના ઘણા સજાવ્યા છે,
હૈયા કેરી ભૂમિ પર,
યાદોનું હળ લાવ્યા છે,
હળ ચલાવી ખોદી ભૂમિ,
લાગણીના બીજ વાવ્યા છે,
લાગણીને ઉગવા કાજે,
સ્નેહ કેરું ખાતર લાવ્યા છે,
પાણી નથી ઓછું અહીંયા,
આંખોએ મેઘરાજા આવ્યા છે,
લાગણીના છોડ ઉગશે,
પછી એને કપાવ્યા છે,
વેહચણ કરીશું એ છોડની,
એવા સપના સજાવ્યા છે.

