સો ટકાનું કટુ સત્ય
સો ટકાનું કટુ સત્ય
રાખે અહીં સૌ સાધુ સંતો મહંતો,બાવા,બાપુઓ ને પુજારીઓ
ગુરુઓ કથાકારો મૌલ્વિઓનો ઇશ્વરીય માલિકી હકનો ઈજારો
મંદિર મસજિદે ઈશ્વર ભગવાન, ખુદા સદા ગેરહાજર હોય છે
પોતાની મન માની કરી ઈશ્વરને નામે ચરી જાતને લાયક ઘરે છે
અનુયાયીઓ બનાવી, સંપત્તિના સર્જને એશ ઐયાસી કરે છે
ધર્મને નામે ધતિંગ રૂઢિગત રીતીઓ આચરી આદર મેળવે
ઈશ્વરીય હાજરીનું જુઠું સત્ય લોકોને કથા કલાએ સમજાવે છે
કુદરતી આપત્તિઓ પોલ ખોલે સાધુ સંતોનાં અનાદર કરીને
ભગવાનનાં રખેવાળ કે પૂજારી ? તાળાં કેમ દરવાજે લગાવે છે ?
ભગવાનની કરામત ન સમજનાર ખુદની કરામતે આદર પામે છે
અજ્ઞાનતા ડર લોભ મોહ અલૌકિક શક્તિ તરફ દોરી જાય છે
ઈશ્વર મળે તે જાહેર સભાઓના આયોજને જાહેરાત ક્યાં કરે છે
