સંયમ
સંયમ
1 min
1K
બાગ નથી મુરઝાતો ફૂલ કરમાઈ જાય છે,
જૂઠ નથી છુપાતું સત્ય કહેવાઇ જાય છે.
છે સંજોગોને આધીન આ જીવનની માયા,
'સંયમ' નથી રખાતો સઘળું કહેવાઇ જાય છે.
કૂવો નથી રિસાતો, પાણી સુકાઈ જાય છે.
હોઠ નથી સિવાતો, જીભ અટકાઈ જાય છે.
છુપાવું છે ઘણું એ જિંદગી ક્યાં હું રાખી મુકું ?
'સંયમ' નથી રખાતો સઘળું કહેવાઇ જાય છે.
દંભ નથી અટકાતો, તરકટ રચાઈ જાય છે,
સમય નથી સચવાતો બધું તણાઈ જાય છે.
કરું પ્રયત્ન ક્યારનો કે સંયમ રાખું ખુદ પર.
'સંયમ' નથી રખાતો સઘળું કહેવાઇ જાય છે.
