STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સંસ્કાર

સંસ્કાર

1 min
198

આમ જ છૂટેછેડાનાં સાક્ષી બની રહ્યાં સંસ્કાર,

આમ જ નિતનવા સંબંધોનાં સાક્ષી પૂરે સંસ્કાર,


વ્યસનમાં ડૂબી સંસ્કૃતિ ભૂલી ગયો માનવી,

દેખાદેખી પાશ્વાત્ય સંસ્કૃતિ અપનાવી રહ્યો માનવી,


નાનાં મોટાની મર્યાદા ભૂલી ગયાં એ સુધારો કહેવાયો,

સામાજિક પ્રગતિનાં નામે મર્યાદા ભૂલ્યા એ સુધારો કહેવાયો,


ભાવનાનાં ખેલનાં સાક્ષી બની રહ્યાં સંસ્કાર,

તું તું મેં મેંનાં સાક્ષી બની રહી ગયાં સંસ્કાર,


ફેશનનાં નામે ટૂંકા કપડાંના સાક્ષી બની રહ્યાં સંસ્કાર,

પગે લાગવાની જગ્યાએ હાય હેલોમાં ભૂલાયાં સંસ્કાર.


Rate this content
Log in