સંગ્રામ
સંગ્રામ
1 min
255
જીવન સંગ્રામે તુજ તારો લડવૈયો,
જીવનના તુજ તારો ઘડવૈયો.
ન થાકીશ તું મથી મથી,
તુજ તારો સારથી,
ભર મઝધારે કુશળ તું તરવૈયો,
જીવન સંગ્રામે તુજ તારો લડવૈયો.
તું બેધારી તલવાર,
તુંજ તારી ઢાલ,
જીવન ગીત ગાનાર તું ગવૈયો,
જીવન સંગ્રામે તુજ તારો લડવૈયો.