સંગીતકલા
સંગીતકલા


જીવન એક સંગીત છે,
દરેક સમયના અલગ એક રાગ છે
શું તમે સંગીતને જાણો છો ?
કોઈ ખુશીનો રાગ છે,
તો કોઇ દુઃખનો,
શું તમે સંગીતને જાણો છો ?
સાત સુરોથી બનેલું છે સંગીત,
હર એક જગ્યે છે સંગીત,
શું તમે સંગીતને જાણો છો ?
વહેતી નદી હોય,
કે હોય સુરજના કિરણો,
શું તમે સંગીતને જાણો છો ?
સંગીતને સમજવા માટે
અંતર આત્માથી સંગીત સાંભળવું પડે,
શું તમે સંગીત ને જાણો છો ?