સંગીત
સંગીત

1 min

64
હલકી થાપી,
અને એ હાલરડું;
શ્રેષ્ઠ સંગીત.
સૂરીલી પ્રીત,
ગીત અને સંગીત;
જીવન રીત.
ન મળી શાતા,
કોઇ જ સંગીતમાં;
હાલરડાંની.
રડું રડું છું,
ક્યાં છે સંગીતનું;
એ હાલરડું.
સંગીત મળે,
અંત સમયે પણ;
હાલરડાંનું.