સ્નેહની સુવાસ ભરી લઇએ
સ્નેહની સુવાસ ભરી લઇએ


ચાલને એકવાર ફરીથી પ્રેમ કરી લઇએ,
વચન સઘળા આપણે આજ ફરી લઇએ,
નારાજગીના જૂના કિસ્સા નથી દોહરાવવા,
સારી યાદોને મનમાં કાયમ સંઘરી લઇએ,
પ્રીતની રીત છે નિરાળી જગમાં માન જરા,
શ્વાસમાં સ્નેહની સુવાસ હવે ભરી લઇએ,
મળે તારો સાથ તો દુનિયા સાથે લડી લઇશ,
હાથમાં હાથ રાખી સાત સમંદર તરી લઇએ,
સાથ ન કદી છૂટશે હવે, લાખ આવે અડચણો,
સાત જનમ સંગ રહેશું, પ્રણ આખરી લઇએ.