સ્નેહની સરવાણી
સ્નેહની સરવાણી
1 min
371
સ્નેહની સરવાણી હૃદયમાંથી નીતરે,
સ્મરણનો દરિયો આંખમાંથી નિખરે,
દબાઈ જશે અહંકાર પળવારમાં,
મારાપણાનો ભાવ જો હૃદયે ઊભરે,
સ્વાર્થ વગરના ચહેરાઓ ચમકે,
જો નિ:સ્વાર્થની વાદળીઓ નિરંતર તરે,
સાહિલ કિનારે તો જ પહોંચે છે,
સતત ભાવ સારો હોય ભીતરે,
તું બાંધજે સત્કર્મની ગઠરી મુસાફિર,
ધર્માત્માના ખોટા દેખાડા શીદને કરે,
કરુણાથી ભર્યુંભર્યું હૃદય હોય તો,
સ્નેહ સરવાણી અક્ષર ગંગા પાર કરે.
