સ્નેહની ફિરકી
સ્નેહની ફિરકી


એકદોર છૂટી એ આજે પતંગની,
પ્રેમ સાથે એક થયેલી લગનીની,
આરંભે લડવું પડે આપણે ખરૂં,
બાકી ટોચે તો ઢીલને ખેંચ જેવું,
હાથ દુઃખે એ ભલે ઠુમકા મારી,
ના છોડું એ પતંગ એય મજાની,
કિન્ના પેઠે સહુ બંધાયાં આજે,
સંબંધો હર્યાભર્યા રાખે સદાયે.
સાથ મળે જો પોતીકાંનો ઘણો,
પતંગ પેઠે પહોંચાડે આસમાને,
પતંગ તો એક બહાનું એ ન્યારૂ,
વાલમને સંગ રહેવાનું એ ટાણું.
તું ચગાવ હવે પ્રેમનો એ પતંગ,
હું બનીશ તારી સ્નેહની ફિરકી,
પ્રેમનો એ સંદેશ જો પતંગ બંને,
કપાય કદીક પણ કિન્ના ન છોડે !