સ્નેહ બંધન
સ્નેહ બંધન
1 min
151
આંખોમાંથી નિરંતર વરસે સ્નેહ ધારા,
એવાં દિલદાર મમતાળુ માતાની ધારા.
સ્નેહની જાણી ન શકાય કિંમત શું છે,
કોઈ ના સમજે એવો સ્નેહ બંધન છે.
મનનાં ઝૂલે સતત રમતું નામ માનું છે,
તૃષ્ણા છોડી નિરંતર તાલ હૈયામાં છે.
સ્નેહ બંધનનું મૂલ્યાંકન ક્યાં થાય છે,
અણમોલ જ્યોતિમાં ઝળહળે થાય છે.
આ સ્નેહ બંધન તો ભાવના સહજ છે,
અળગા એકપલ પણ ક્યાં રહેવાય છે.
