સમયચક્ર
સમયચક્ર
1 min
25.4K
રાત દિવસ ક્ષણ સમયના ચક્રની ધરી છે લપસણી
સીધી લપસી તો આપણી નહી તો ખીણમાં સમાણી
ધાર્યું થવામાં, હું ને એની વચ્ચે ત્રીજાની આડખીલી
ત્રિપાંખિયા જંગની સવારીએ નિજની કરે ડખલગીરી
જન્મ્યા પછીના જંગનો હિસાબ આપવો માર્યા પછી
સીધા ગણિતની ગણતરી શુન્યની કિંમત આંક પછી
શબ્દો છે પોલા ઢોલનો અવાજ મૌનના નગર મહી
અરીસો સત્યની નિશાની કાચના સંબંધો પથ્થર મહી
કોલાહલનો કારોબાર મૂકી ચાલી નીકળે અવધિ આધારે
લીલા શ્વાસનાં તોરણો વાણી વદે નિજ સમયને આધારે
