સમય મળ્યો છે
સમય મળ્યો છે

1 min

37
સમય મળ્યો છે પોતાની સાથે રહેવાનો,
સમય મળ્યો છે અંતર મનને ઓળખવાનો,
આ સમય ભલે કપરો છે પણ એ પણ પસાર થઈ જશે,
ઊગશે નવો સૂરજ ને નવી શરૂઆત થશે,
પોતાના સાથે રહેવાનો સમય કોણ જાણે ક્યારે પાછો આવશે,
સંકટ સમયમાં ફરી પાછો ક્યારે પરિવાર જોડાશે,
જીવી લો આ ક્ષણ ને મન ભરીને,
જીવનમાં કૈક નવું ઉમેરીને,
પ્રાર્થના કરીએ આ સમય પસાર થઈ જાય,
મળી શકે લોકો એક બીજાને, એ રહી ગયેલી મુલાકાત ફરી વાર થઈ જાય,
સમય મળ્યો છે પોતાની સાથે રહેવાનો,
સમય મળ્યો છે અંતર મનને ઓળખવાનો.