સ્મરણનો સાથ
સ્મરણનો સાથ
1 min
183
અડધી રાત ક્યાં જોઈ હતી અત્યાર સુધી,
તમારી યાદ જગાડે છે હવે તો સવાર સુધી,
એ દોસ્ત, હતા આપણે ફક્ત ખાસ દોસ્ત
ખબર ના રહી ક્યારે પહોંચ્યા આ પ્યાર સુધી,
મે અધૂરું ઘણું મૂક્યું છે વાંચતા વાંચતા
પણ તમને જરૂર વાંચીશ છેલ્લા સાર સુધી,
તમે આજે પણ પ્રેમથી પોકારો છો જાણું છું
અવાજ સંભળાય છે હૃદયના ધબકાર સુધી,
તમે કહેલું શ્વાસ ચાલશે તારા શ્વાસ સુધી,
હું નિભાવી લઈશ ફક્ત આ કરાર સુધી,
થોડા વર્ષોના સ્મરણો સમેટીને રાખ્યા છે
જીવી લઈશ એને હું જીવનભર સુધી,
થાકી છું રોજ રાત પણ કહે છે ઊંઘી જા
યાદોનાં ઓરડામાંથી મૂકી જાવ ને બાર સુધી.
