સમજાવી જુઓ
સમજાવી જુઓ
1 min
25.5K
ખુદમાં જઈને ખુદને જ સમજાવી તો જુઓ,
ખુદમાં રહેલી જ્યોતને સળગાવી તો જુઓ.
કોઈ ના આપે સાથ તમોને જીવનમાં ભૈ,
કો વાર ખુદના લોકને અજમાવી તો જુઓ.
અર્પણ છે કેટલું આ તમારું જીવન ભલા,
વૃક્ષોની સાથ જાતને સરખાવી તો જુઓ.
મ્હેકી જશે તમારું જીવન જગના બાગમાં,
કો દી ગરીબ લોકને અપનાવી તો જુઓ.
મળશે જરૂર શાંતિ તમોને જીવન મહીં,
સૌ વ્યર્થ ઈચ્છા આજે જ દફનાવી તો જુઓ.
