સમાયું સૌનું હીત
સમાયું સૌનું હીત
સુરક્ષાની કરીએ સ્તુતિ, વિશ્વ બને વરણાગી
નિયમો નથી બંધન, એ પાળો તો બડભાગી
નિરખો આયનો સુરક્ષાનો એજ સલામતી દીવો
અનુશાસન છે ઢાલ ખુદની એ સમજણને ઝીલો
આગળ ખતરો, પાછળ ખતરો, ખતરા ઉપર ખતરા
છતી આંખે પાટા બાંધી, ભાઈ ભીંતોયે ભટકાયા
સલામતીની સૂચનાઓ ન અવગણીયે તો ન્યારું
હું તો સમજ્યો મોડો પણ તમે સમજો તો સારું
રસ્તા તમારા, વાહન મારું, ફાવે તેમ હંકારું
મગરુબીનો ચડ્યો કેફ ને સૌને જીભે લલકારું
રૂઆબ રાખી મોટો ભાઈ પાડવા ગયો છાંટો
ખાટલે ખોડાણો ને વળગ્યો આ લાકડીયાળો ઘોડો
પેન્ટ શર્ટ પહેરી ને હું અવલ કારીગર ગણાતો
ઑટો ઉપર મશીન ચાલતા ને બેધ્યાને રે ભમતો
સુરક્ષાની મહામૂલી વાતો ભૂલ્યો ને આંખે થયો કાણો
સલામતીનો મારગ સાચો એ ભૂલ્યો આ ભાઈ રાણો
પ્રદૂષણોની છે માયા મોટી, હિતકારી નિયમો પાળો
નિર્મળ જળ હવાને કાજે ખીલવો હરિયાળી માળો
છે જીંદગી ચાર દિનની હેત ધરી ભાઈ સંવારો
સલામતી એજ મારગ સાચો ઉગાડજો રે આંખો
નહી સમજોતો ભાઈ તમારો લાલો રહી જાશે કુંવારો
હું તો સમજ્યો મોડો, પણ તમે સમજો તો કહું શાણો
