સજાવી જાય છે
સજાવી જાય છે
1 min
28K
કોક આવીને હૃદયમાં ઘર બનાવી જાય છે,
લાગણીના ફૂલથી માળા ચઢાવી જાય છે.
ભીંત બારી બારણાંને કોક તો સમજાવજો,
ભાવનાથી માનવી પણ છત સજાવી જાય છે.
પાનખર આવે ને વૃક્ષો પાન ખંખેરી દે છે,
માનવી પણ જાત પોતાની બતાવી જાય છે.
પારકું છે દેહ પણ એ કોક 'દી છોડી જશે,
આમ કુદરત આ નિયમને પણ જણાવી જાય છે.
રાખનો છે તું બનેલો માનવી ના કર ઘમંડ,
છેવટે કુદરત બધાને હચમચાવી જાય છે
