સિતારા
સિતારા
1 min
228
ભરીને માંગમા સિતારા અરે ! દુલ્હન મેં સજાવી
પસ્તાવાના ઝરણે ડુબુ તોય લાશ મેં સર્જાવી
હતા પાંપણે સ્વપ્ન-મિનારા તેની કબર મેં બનાવી
જલાવી જાતને મારી દુનિયા કોની મેં બનાવી
દિલના ટુકડા ભળ્યા લોહીમાં, સર્જાયો ધબકાર
સૂરજ ન બને ઝાંખો માટે કોણે કર્યો અંધકાર
ડરું છું માનવાકૃતિથી કેવો વિચિત્ર એનો શણગાર
દબાવી ને ધબકાર ગુંગળાવી અહંકાર સર્જે છે આકાર
છલકી સુરાહી નૈનની ઝંખે જામ પ્યાલી
અતરુપત અધરે તું કર પ્યાલીઓ ખાલી
તિમિર સંકોરે પાલવ ને ધીમે ડગલે ચાલી
નફરતની લાશને દફનાવી ભાગે જીન્દગી એકલી.
