STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સીધી લાઇને જવું કે ન જવું ?

સીધી લાઇને જવું કે ન જવું ?

1 min
13K


આવ જાનો નશો દિવસનો ઉતરે ચડે રોજ

આ ફરજ હક કે શિરસ્તો ન સમજાય રોજ

 

જયાં રામાયણની પારાયણ મંડાય છે રોજ

ત્યાં સીતા હરણને શરણે નુત્તરાય છે રોજ

 

કથા દિનચર્યા લઇ આયખે મંડાય છે રોજ

શ્વાસના ઘસરકાથી શરીર ઘસાય છે રોજ

 

શોધે ચરણો રસ્તાઓ આશાઓ લઇને રોજ

છતાં રોજની આ ભૂખ ક્યાં બદલાય છે રોજ

 

ગણતરીએ નથી હોતા દિવસના પડઘા રોજ

ને છતાં એ ગણતરીઓ પુર્વક પડઘાય રોજ

 

ભલામણો અર્થોની લઇ શબ્દો ફરે રોજ

છતાં કિતાબે ન વંચાય કે કંડારાય રોજ


Rate this content
Log in