સીધી લાઇને જવું કે ન જવું ?
સીધી લાઇને જવું કે ન જવું ?
1 min
27.5K
આવ જા નો નશો દિવસનો ઉતરે ચડે રોજ
આ ફરજ હક કે શિરસ્તો ન સમજાય રોજ
જયાં રામાયણ ની પારાયણ મંડાય છે રોજ
ત્યાં સીતા હરણ ને શરણે નુત્તરાય છે રોજ
કથા દિનચર્યા લઇ આયખે મંડાય છે રોજ
શ્વાસના ઘસરકાથી શરીર ઘસાય છે રોજ
શોધે ચરણો રસ્તાઓ આશાઓ લઇને રોજ
છતાં રોજની આ ભૂખ ક્યાં બદલાય છે રોજ
ગણતરીએ નથી હોતા દિવસના પડઘા રોજ
ને છતાં એ ગણતરીઓ પુર્વક પાડગાય રોજ
ભલામણો અર્થોની લઇ શબ્દો ફરે રોજ
છતાં કિતાબે ન વંચાય કે કંડારાય રોજ
