STORYMIRROR

Jn Patel

Others

3  

Jn Patel

Others

શ્યામ કહું કે કૃષ્ણ

શ્યામ કહું કે કૃષ્ણ

1 min
27.4K


શ્યામ રે સંતાયો મારો

મથુરાની વાટે,

બહુ રે ના તરસાવો હવે

હ્રદયની તરસને

શ્યામ રે સંતાયો મારો...


શોધુ રે ક્યાં એને એકલતાની વાટે

થાકી છે આંખો મારી ઢળતી આ રાતે

ઘેલુ થયું છે મન, યશોદાના લાલમાં

બહુ રે ના તરસાવો હવે હ્રદયની તરસને

શ્યામ રે સંતાયો મારો...


ગોકુળની ઘેલી ગોપી સાદ કરે છે

આકુળ વ્યાકુળ થઇને શ્વાસ ભરે છે

આવીજા આજ મારી, મનની એ બાનમાં...

બહુ રે ના તરસાવો હવે હ્રદયની તરસને...

શ્યામ રે સંતાયો મારો...


ગીતાને ગાઇ એણે માનવ્ય કાજે

જાગી છે માનવ હૈયે વિરતા આજે

જીવન પૂર્યું જગતમાં ખાલી ખોળીયામાં...

બહુ રે ના તરસાવો હવે હ્રદયની તરસને...

શ્યામ રે સંતાયો મારો...


Rate this content
Log in