શ્વાસનીજ માયા
શ્વાસનીજ માયા


શ્વાસનીજ માયા ને શ્વાસની જ દુનિયા છે,
શ્વાસ બંધ થયા પછી રહે એ માત્ર કાયા છે.
જીવનભર સાથ આપનાર શરીરને છોડી જાય છે,
જાણે શ્વાસને આત્મા સાથે ગાઢ સંબંધ છે.
કોના ક્યારે પૂરા થાય એ તો ઈશ જાણે,
કર્મફળના આધારે જ શ્વાસની ગણતરી થાય છે.
ભર્યા ઘરમાંય અહીં ગૂંગળામણ થાય છે,
માના ઉદરમાં કોના સહારે શ્વાસ લેવાય છે.
ભલે આપણે કોઈના શ્વાસ ના લંબાવી શકીએ,
આપણા શ્વાસનું શ્રેય પ્રકૃતિને જાય છે.
જયાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નામ છે,
શ્વાસ બંધ થયા પછી 'વર્ષા' એ માત્ર લાશ છે.