શું રાઝને રાઝ રહેવા દેવુ
શું રાઝને રાઝ રહેવા દેવુ
સમન્દરે મોઝોનો છળવળાટ ને ઘુઘવાટ એ
શું હવાનું જોર, કે ઊંડાણે કોઈ સળવળે છે ?
હું ને મારી આ એકલતા વાત કરતાં હોઈએ
અને તેનું પગેરું લેતાં ત્રીજો કોઈ સળવળે છે
શુર, લય, તાલ, ભાવ, લઇ, ગીત ગવાય ને
સોભળે કાન પછી લાગણીથી કોઈ સળવળે છે
તન મન તંત્ર ની ગોઠવણી કોઈ યંત્ર આધીન ?
ચેતના જગાડી કાર્ય દક્ષતામાં કોઈ સળવળે છે
પાણીને પાણીની શી ? ખોટ વરસાદ હોય કે ન હોય ?
ઊંધે મસ્તકે પાણીનાં મૂળ આકાશે જઈ સળવળે છે
નદીઓ ત્યોજ આવી ઠલવાય જ્યા વહેણને ઢાળ મળે
રુદન ગાલ પરથી નીચે કેમ ? ઉપર પાળ સળવળે છે ?
પાણી, કે રાખમાંથી કોઈ 'રાઝ' મળે કે ન મળે
આ લાવાનો લાવા રસ પેટાળમાં કેમ સળવળે છે ?
