શું ફેર પડે ?
શું ફેર પડે ?


હો હકીકત કે કલ્પના શું ફેર પડે ?
વિચાર સારો હોય તો શું ફેર પડે ?
એના હોવાના પુરાવા હો કે ના હો,
માત્ર હો આભાસ તોય શું ફેર પડે ?
બધું બંધ બેસે તમારા મન મુજબ,
ન બેસે અગર તો અમને શું ફેર પડે ?
બંધ આંખે સોણલાં ઘણાં જોયાં છે,
બધાં ન બને હકીકત તોય શું ફેર પડે ?
ઠામ મળ્યું છે સ્વર્ગ સરીખું બધાં ને,
વાસ્તવમાં હોય કે નઈ શું ફેર પડે ?
અર્શ પર અઝાન થાય ફઝરની રોજ,
કોઈ નમાઝ પઢે ન પઢે શું ફેર પડે ?
"બંદગી" કરવી હો અગર ક્યાં કશું નડે,
ઈશાનો વખત કે અડધી રાત શું ફેર પડે ?
- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ