STORYMIRROR

Author Sukavya

Others

3  

Author Sukavya

Others

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !

1 min
28.1K


શું ધાર્યુ તુ શું થઈ ગયુ ! કેમ બધા આમ તેમ બોલ્યા કરે ?

સ્રૂષ્ટિનું આ ચક્ર છે જ્યાં પ્રભુને ગમે તે જ થયાં કરે !

હ​વાના પ્રવાહ વીના એક પાંદડુ પણ ના હલે !

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


ભગીની અને સખીઓની મોજ-મજાની દુનિયામાંથી બહાર નહી આવાના હેતુ થકી, આજે

નાનપણ સંસારને માન આપી મોટપણ બતાવતુ થ​ઈ ગયુ,

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


પરીણયના ફેરા ના ફરવાનાં દ્રઢ મનોબળ સાથે, આજે સપ્ત્પદીનાં સાત ફેરામાં ફરાયી ગયુ !

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


એકલી જ રહીશ અને એકલી જ જીવીશ એમ કરેલા નિશ્ચિત વિશ્વાસ ને ડગમગતો મૂકી આજે,કોઇ સાથીદાર નો વિશ્વાસ બનાયી ગયુ !

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


કરી દઈશ એક ભૂલ, આપી દઈશ થોડું દુ:ખ એમ વિચારેલુ આજે,

સૌનાં દુ:ખને સુખ માં ફેરવી દે એવુ વાસ્તવિક જીવન થ​ઈ ગયુ !

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


નહોતુ ધાર્યુ કે જીવનમાં પણ કોઇનુ પ્રતિબિંબ મારા પર પડે,

પણ, કુદરતના નિયમો આગળ હારી પાણી એ પ્રેમ નું પ્રતિબિંબ દેખાડી દીધું


નથી જાણતી હર્દયમાં શું ચાલી રહયું છે.પણ,

સંભળાતા એ ધબકારાનાં ધ્વ્નીમાં આજે આટલું લખાયી ગયુ,

શું ધાર્યુ તુ શું થઈ ગયુ !


Rate this content
Log in